સ્ત્રી

જ્યારે સ્ત્રી શબ્દનો ઉલ્લેખ આવે એટલે મોટેભાગે આપણા દરેકના મગજમાં પહેલું ચિત્ર તો એજ ઊભું થાય કે એક નાજુક નમણી કાયા, સુંદર નમણી આંખો, ઘાટા કાળા વાળ, સુંદર ચાલ, નમણો અવાજ..
સમાજમાં દરેક વ્યક્તિને માન-સમ્માન તેના સામાજિક સ્થિતિદ્વારા અથવા તો તેની પદવીનેલઈને મળતું હોય છે.ઘણી વ્યક્તિઓ પોતાના દ્વારા કરેલા મહાન કાર્યો દ્વારા પણ સમાજમાં માન મેળવવા લાયક બનતા હોય છે.ટૂંકમાં,જે વ્યક્તિઓ પોતાના જીવનમાં કઈક સાબિત કરે છે તે જ વ્યક્તિઓ આ સમાજમાં માનના યોગ્ય હકદાર બનતા હોય છે.કોને માન આપવું અને કોને માન ન આપવું?એ નક્કી કરવા આપણે આ દરેક બાબતોને ધ્યાનમાં લઈએ છીએ.પરંતુ આપણા જ આ સમાજમાં એવું પણ એક પાત્ર છે જેના દરેક કાર્યો માનના હકદાર છે,આપણે આવા એક પાત્ર વિષે ક્યારેય જાણવાની કોશિષ કરી છે?શું તમે જાણો છો કે હું કોની વાત કરી રહી છું?જાણ તો આપણને બધાને છે,પરંતુ આ દરેક બાબતોને અવગણવાની આપણને બધાને આદત પડી ગઈ છે.હા!આજે હું વાત કરી રહી છું ,એક સ્ત્રીની!

એક દીકરી છું,અને એક બહેન પણ છું,
એક માતા છું,અને એક અર્ધાંગીની પણ છું,
મારા દરેક સંબંધોને પ્રેમથી નિભાવી જાણું છું,
ને, પારકાને પણ પોતાના કરી જાણું છું,
હા,મને ગર્વ છે કે હું એક સ્ત્રી છું.
સ્ત્રીઓને મળેલ સન્માન : -
સ્ત્રીને ઘણી ઉપમા આપવામાં આવી છે જેમકે નારી, નારાયણી, ભવતી, માં, પત્ની, અને બીજી અગણિત. આ બધી જ ઉપમા માં સ્ત્રીના જુદાજુદા ગુણ સમાયેલા છે. સ્ત્રીએ સર્વસ્વ છે માં, બહેન, પત્ની, દીકરી અને સખીનો રોલ બહુ સારી રીતે નિભાવે છે પણ સત્ય તો એ જ છે કે સ્ત્રીમાં ભગવાનએ અખૂટ પ્રેમ, લાગણી, સહનશીલતા, ઉદારતાઆપ્યા છે.

સ્ત્રી ના જુદા-જુદા ગુણ :-
સ્ત્રીને ઘણી ઉપમા આપવામાં આવી છે જેમકે નારી, નારાયણી, ભવતી, માં, પત્ની, અને બીજી અગણિત. આ બધી જ ઉપમા માં સ્ત્રીના જુદાજુદા ગુણ સમાયેલા છે.
આપણે જાણીયે છીએ કે શારીરિક હોય કે માનસિક કે સર્જનાત્મકતાની રીતે સ્ત્રીઓ કોઈ પણ ક્ષેત્રમાં પુરુષ કરતાં પાછળ નથી જ,જયારે જયારે તેને તક મળી છે ત્યારેતે આકાશ કે અવકાશ, પૃથ્વી પર કે પાણીમાં પોતાની શક્તિનો પરચો આપી ચુકી છે. લક્ષ્મીબાઈ તેમજ અહલ્યાબાઈ જેવી બહાદુર સ્ત્રીઓએ લશ્કરની આગેવાની લઇ યુદ્ધ લડ્યા છે. મેરી કોમ, પી.ટી ઉષા,સાઈના નહેવાલ,જ્વાલા ગટ્ટા,લજ્જા ગોસ્વામી જેવી મહિલાઓએ રમત ગમત ક્ષેત્રે ભારત દેશનું નામ દુનિયામાં રોશન કર્યુંછે.
સ્ત્રીજો ધારે તો જીવનમાં તમામ મોરચે સફળ થઈ શકેકઠોર વાસ્તવિકતા આજે પણ વિશ્વના અનેક દેશોમાં સ્ત્રીને પુરુષની સંપત્તિ ગણવામાં આવે છે. કારણકે પહેલા ના યુગ કરતા આજના યુગમાં સ્ત્રી પુરુષ સમાન ગણવામાં આવે છે. આજની બધી કારકિર્દીઓ સ્ત્રીઓને ઊંચો હોદ્દો આપવામાં આવે છે.
સ્ત્રીમહાનછેકારણકેસ્ત્રીવગરસર્જનશક્યનથી.
